તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી તાલુકાના 47 ગામ પૈકી એક પણ તલાટી સ્થાનિક રહેતાં નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીતાલુકામા આવેલ 54 ગ્રામપંચાયત માંથી 47 ગ્રામપંચાયત પાસે તલાટી આવાસો હોવાથી તલાટી અન્ય શહેરમાં વસવાટ કરી અપડાઉન કરે છે. જ્યારે સાત ગ્રામપંચાયત પાસે આવાસ હોવા છતા તેમાં તલાટી રહેતા હોવાથી લાખોના ખર્ચે બનાવેલ આવાસ ધૂળ ખાઇ રહ્યા છે. અને ગામના લોકોની કામગીરી સમયસર થતી હોવાથી પરેશાની ભોગવી પડી રહી છે.

મૂળી તાલુકાના કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં તલાટી હાજર રહેતા હોવાની બૂમરાડો ઉઠી છે. મૂળી તાલુકાની 47 ગ્રામપંચાયતો પાસે આવાસ હોવાથી તલાટી બહાર રહે છે. આથી લોકોને તલાટીની કામગીરી માટે તાલુકા મથક સુધી લાંબુ થવાનો વારો આવે છે. જ્યારે મૂળી તાલુકાના મૂળી ગામ, લીંબડી, ખાટડી લીયા, રામપરડા, દિગસર, હેમંતપર સહિતની ગ્રામપંચાયત પાસે તલાટી માટે આવાસો હોવા છતા એક પણ તલાટી આવાસમાં રહેતા નથી. આથી લાખોના ખર્ચે તલાટીને રહેવા માટે બનાવાયેલા આવાસો જાણે શોભાના ગાંઠીયા બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા દરેક ગામોમાં તલાટીની હાજરી આપે અને ત્યાં રહીને લોકોને સેવા આપે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. અંગે સ્થાનિક યુવરાજસિંહ, પ્રતાપસિંહ, દશરથભાઇ સહિતનાઓએ જણાવ્યુ હતુ કે ગ્રામ્યવિસ્તારોમાં તલાટી અઠવાડીયામાં એક વાર અને અમુક વખતેતો ગામોમાં પંદર દિવસે આવતા હોવાથી લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આને પોતાના કામ અર્થે તાલુકા સુધી લંબાવુ પડે છે.

મૂળીના વિવિધ ગામોમાં તલાટી આવાસ હોવા છતા તલાટી રહેતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. તસવીર- જયદેવ ગોસ્વામી

7 ગામમાં આવાસ બનાવ્યા છે છતાંય અપડાઉન

અન્ય સમાચારો પણ છે...