તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દિવસમાં સિંચાઇનું પાણી નહીં મળે તો આંદોલન કરીશંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી અને ચુડા તાલુકા સાત ગામોના ખેડૂતોએ લીંબડી - વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલ પર સીંચાઈના મશીનો મુકી પાણી લેવા દેવામાં આવે તે માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો 24 કલાકમાં કોઈ સકારાત્મક નિર્ણય નહી લેવાય તો 6 ગામોના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સમલા, પાંદરી, કારોલ, સેજકપર, મોજીદડ અને ભગૃપુર ગામો પાસેથી પસાર થતી વહેતી લીંબડી - વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલ પર સીંચાઈના મશીનો હટાવી દેવાની ફરજ પાડવામાં આવી છે. લીંબડી - ચુડા તાલુકાના છ ગામોના ખેડૂતોનો પાણીના વાંકે પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. ખેતરો પાસેથી પાણીથી છલ્લોછલ જતી કેનાલ પર ઓઈલ એન્જિન મુકીને મોંઘા ભાવનું ડીઝલ નાંખી પાક બચાવની કોશિશ કરતા ધરતીપુત્રને પડખે કુવો અને તોય તરસીયા જેવો ઘાટ સર્જાયો છે. બન્ને તાલુકાના 200 થી વધારે ખેડૂતો લીંબડી સેવા સદન ખાતે ધસી આવ્યા હતા. અને નાયબ ક્લેક્ટરની ગેરહાજરીમાં સીરેસ્તેદાર આર.એન.દાયમાને આવેદનપત્ર આપ્યું હતું.

લીંબડી-ચુડા તાલુકાના ખેડૂતોએ સીંચાઈના પાણીને મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...