તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરીયાણા ગામે કેનાલમાં ગાબડુ પડતા ખેતરો બેટ બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાની લીંબડી શાખા નહેરમાં 6ઠ્ઠી ઓક્ટોબરે વહેલી સવારના રાણપુર તાલુકાના સુંદરીયાણા જાળીલા ગામ વચ્ચે 71 કિમીનાં પોલ પાસે કેનાલમાં પાણીનું લેવલ ખુબ જ વધી જતા નહેરના સર્વીસ રોડ તરફ મોટુ ગાબડુ પડતા નહેરનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરીવળતા કપાસના ઉભા પાકને મોટુ નુકશાન થયું છે.

રાણપુર તાલુકાના સુંદરીયાણા જાળીલા ગામ પાસેથી નર્મદાની લીંબડી શાખા નહેર પસાર થાય છે. આ નહેરમા પાણીનું લેવલ વધી જતા તા. 6/10/18 ના સવારના સમયે મુખ્ય કેનાલમા ગાબડુ પડતા કેનાલનું પાણી આજુ બાજુના ખેડૂતોના ખેતરોમા ફરીવળતા ખેડૂતોનો કપાસનો પાક ધોવાઈ જતા મોટુ નુકશાન થયુ હતું.

આ ઘટનાની જાણ ખેડૂતો દ્વારા સૌરાષ્ટ્ર શાખા નહેરના કર્મચારીઓને કરતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી જેસીબી મશીન વડે ખેડૂતોના ખેતરમા જતા પાણીના પ્રવાહને આડસ કરી રોકવાનો પ્રયાસ કરાયો છે.

પાણી ભરાઇ જતા કપાસના પાકને નુકસાન : ખેડૂત
નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડુ પડતા કેનાલનું પાણી અમારા ખેતરોમા ફરી વળતા કપાસના પાકને મોટુ નુકશાન થયુ છે. એકતો ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. ત્યારે આ કેનાલનું પાણી ખેતરમા ફરી વળતા પડતા ઉપર પાટુ મારવા જેવી અમારી સ્થીતિ સર્જાય છે. મોબતસિંહ પરમાર, સ્થાનિક ખેડૂત

અન્ય સમાચારો પણ છે...