તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી-ચુડાના પાંચ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી-ચુડા તાલુકાના પાંચ ગામોનો સેવાસેતુ કાર્યક્રમનું ઉઘલ ગામે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 621 અરજીઓનો સ્થળ ઉપર નીકાલ કરવામાં આવ્યો હતો. લીંબડી તાલુકાના ઉઘલ, રાસકા, બોડીયા અને ચૂડા તાલુકાના બોરાણા તથા લીયાદ ગામનો સેવા સેતુ કાર્યક્રમ ઉઘલ ગામે યોજાયો. જેમાં બન્ને તાલુકાના પાંચેય ગામની 108 મેડીકલ સારવાર, 34 રેશનકાર્ડ સહિતની 621 અરજીઓનો હાજર અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર નીકાલ કરાયો હતો. લીંબડી મામલતદાર પી.એસ.શાહ, નાયબ મામલતદાર આર.એલ ચૌહાણ, ટીડીઓ એચ.એફ.ભુવાત્રા સહિતના અધિકારી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ઉઘલ ગામના દિલીપસિંહ જી. રાણા દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...