તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી ગ્રામ્ય પંથકમાં દેશી દારૂના હાટડાઓ પર જનતા રેડથી દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશીદારૂનાવ્યસનમાં અનેક યુવાધન બરબાદ થઇ રહ્યુ છે. ત્યારે સમાજમાં જાગૃતિનો નવો રાહ ચીંધવા લીંબડીના દલિત સમાજના યુવાનોએ જુદી જુદી ટીમ બનાવી મોડી સાંજે નદીકાંઠે દેશીદારૂના હાટડાઓ પર જનતા રેડ કરી હતી. આથી દેશીદારૂનો વેપલો કરતા બૂટલેગરોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, છેલ્લે આબરૂ બચાવવા પોલીસ ટીમે પહોંચી જઇને કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી ભોગાવો નદી કાંઠે સાંજે પડેને દેસી દારૂના હાટડા મંડાઇ જાય છે. સ્થાનિક પોલીસને બધી જાણ હોવા છતાં બેફામ બનેલા બૂટલેગરો છૂટથી દેશી દારૂનો ધંધો કરે છે. સમાજમાં વ્યસન મુક્તિનો નવો રાહ ચિંધવા દલિત સમાજના યુવાનોએ સંગઠીત થઇ પબ્લીક દરોડાનું અભિયાન હાથ ધર્યુ હતું. અને દેશી દારૂના વેપલા કરતા જુદા જુદા અડ્ડાઓ પર જઇ દારૂ ભરેલી કોથળીઓ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. એકાએક યુવાનોની જુદી જુદી ટીમો ત્રાટકતા બે મહિલા બૂટલેગરો તથા અન્ય બીજા બૂટલેગરો પોબારા ભણી ગયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવીને બૂટલેગરોની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. વ્યસન મુક્તિ માટે અભિયાન હાથ ધરનાર દલિત સમાજના યુવાનોએ વિસ્તારના બૂટલેગરને હવે વિસ્તારમાં ફરી દારૂનો વેપલો નહી કરવા તાકીદ કરી હતી. મોડે મોડે દોડી આવેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બીજી ઘણી બધી જગ્યાએ રેડ પાડવમાં આવશે.

લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દેશી દારૂના વેપલા પર ગુરૂવારે જનતાએ રેડ કરી હતી. તસવીર - અશ્વિનસિંહ રાણા

દલિત સમાજના યુવાનોએ નદી કાંઠે દરોડા પાડી નવો રાહ ચિંધ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો