તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Limbadi
 • થાનમાં પોલીસ પર પથ્થરમારો થતા ટીયરગેસનાં 13 સેલ છોડાયા, લીંબડી હાઇવે પર ચક્કાજામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનમાં પોલીસ પર પથ્થરમારો થતા ટીયરગેસનાં 13 સેલ છોડાયા, લીંબડી હાઇવે પર ચક્કાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમઢીયાળામાંબનેલી દલિત અત્યાચારની આગ બુઝાવવાનું નામ લેતી નથી. બંધના એલાનની રાતે થાન રેલવે ફાટક પાસે રાત્રિના સમયે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી તોડફોડ કરતા પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. આથી પોલીસે 13થી વધુ ટીયરગેસ ફોડતા ભાગદોડ મચી હતી. રેલવે ટ્રેન પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે લીંબડીમાં સજ્જડ બંધ સાથે દલિતોએ નેશનલ હાઇવે જામ કરી દીધો હતો. તાલુકા સેવા સદન કચેરી પર પથ્થરમારો કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. આંદોલનને પગલે જિલ્લામાં અજંપાભરી શાંતિ ફેલાઇ હતી.

થાનમાં બંધના એલાનને પગલે દિવસ દરમિયાન શાંતી રહી. પરંતુ મોડી રાતના 11 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પાસે આવેલી ફાટક પર દલિતોનાં ટોળા જમા થઇ ગયા હતાં. રસ્તા પર રાખવામાં ઓવલા ગલ્લા, કેબીન તથા લારીઓમાં તોડફોડ કરીને આગ ચાપવાનો બનાવ બનતા તંગદિલી સર્જાઇ હતી. પરિણામે પોલીસવડા દિપકકુમા મેઘાણી, ડીવાય.એસ.પી. એચ.કે.વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતાં. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે 13 થી વધુ ટીયરગેસનાં સેલ છોડતા ભાગદોડ મચી હતી. બાદમાં મધરાતે પોલીસે શસસ્ત્ર ટીમ સાથે કોમ્બીંગ હાથ ધર્યુ હતું. આથી દલિતો વિખેરાઇ ગયા હતાં. તેમ છતાં પરિસ્થિત ભારેલા અગ્નિ જેવી રહેતા એસ.આર.પી.ની એક કંપની સાથે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

લીંબડીમાં ગુરૂવારે આપવામાં આવેલા બંધનાં એલાનમાં દલિતો આઝાદચોકમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. રેલી સ્વરૂપે શહેરમાં ફરીને આંબેડકર ચોકમાં સભા યોજાઇ હતી. જેમાં આરોપીઓ્ને કડક સજા ફટકારવાની માંગણી કરી હતી. બંધના એલાનને પગલે સમગ્ર લીંબડી શહેરમાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખતા શહેર સજ્જડ બંધ રહ્યુ હતું. જ્યારે રોષે ભરાયેલા લોકો નેશનલ હાઇવે દોડી આવ્યા હતાં. જ્યાં ચક્કાજામ કરતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી જતાં અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતાં. બાદમાં લોકોનું ટોળુ તાલુકા સેવાસદન ધસી ગયુ હતું. જ્યાં નર્મદા તથા રજીસ્ટર શાખા પર પથ્થરમારો કરીને બારીના કાચ ફોડી અનુસંધાનપાના નં.9 પર... નાંખ્યાહતાં. અચાનક પથ્થરમારો થતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ ક્લેકટર એમ.જે.ભટ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

સાથે હળવદ દલિત સમાજમાં પણ રોષ ફેલાયો હતો. જ્યાં ચક્કાજામ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તો ધ્રાંગધ્રામાં દલિતો માલવણ હાઇવે પર ઉમટી પડયા હતાં. અને કચ્છ અમદાવાદ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. તેવી રીતે મૂળીમાં પણ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ચૂડા દલિત સમાજનાં અગ્રણીઓએ પણ પીડીતોને ન્યાયની માંગણી કરી રજૂઆત કરી હતી.

લીંબડીમાં દલિત સમાજે ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર મામલે ગુરૂવારે વિશાળ રેલી કાઢી દેખાવો કરી આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં લીંબડી હાઇવે પરના સર્કલ પર ટોળાએ અડિંગો જમાવીને ચક્કાજામ કરતા 10 કિલોમીટર સુધી વાહનોની કતાર જામી ગઈ હતી. ઉપરાંત રેલી દરમિયાન મામલતદાર કચેરી પર પથ્થરમારો થતાં સેવા સદનને નુકસાન થવા પામ્યું હતું. જ્યારે જિલ્લાના થાનમાં બુધવારે દિવસભર શાંતિ રહ્યા બાદ મોડી રાત્રે ફાટક પાસે કેબીનોમાં તોડફોડ કરી આગચંપી કરાઇ હતી. તસવીર : અશ્વિનસિંહ રાણા, ભરત દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો