તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલદાણા પાસે બસને બચાવવા જતાં બે ટ્રક અથડાઈ, 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીનેશનલ હાઇવે પર બલદાણા પાસે લક્ઝરી બસને બચાવવા જતા ટ્રક બીજા ટ્રકમાં ધૂસી ગઇ હતી. ત્યારે અન્ય ટ્રક પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ક્લીનરનું મોત થયુ હતુ અને બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે બલદાણાના પાટિયા પાસે અકસ્માત સર્જાતા એકનું મોત થયુ છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુંજબ બલદાણા ગામના પાટિયા પાસે લક્ઝરી બસ ઉભી હતી. ત્યારે સામેથી આવતી ટ્રકે લક્ઝરી બસને બચાવવા જતા રોડના ટ્રેક પર જઇને બ્રેક મારી હતી. ત્યારે પાછળથીઆવતી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજસ્થાનના હનુમાનરામ રાવતરામ નામના ક્લીનરનું મોત થયુ હતુ. જ્યારે ટ્રક ડ્રાઇવર સહિત બેને ઇજા થતા સારવાર માટે દવાખાને પહોંચાડાયા હતા. બનાવની મહંમદભાઇ સંધરીયાતે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આથી બનાવની વધુ તપાસ વઢવાણ પોલીસના મહેન્દ્રસિંહ પરમારે હાથ ધરી છે.

એક ટ્રકના ક્લીનરનું મોત, બે વ્યક્તિને ઈજા પહોંચી

લીંબડી નેશનલ હાઈવે પર આડેધડ ગતિએ દોડતા વાહનોથી જોખમી સ્થિતિ, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...