તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Limbadi
  • લીંબડીનગરપાલિકામાં વિવિધ વેરા ભરવામાં લબાડવેડા કરતા અંદાજે 463 જેટલા

લીંબડીનગરપાલિકામાં વિવિધ વેરા ભરવામાં લબાડવેડા કરતા અંદાજે 463 જેટલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડીનગરપાલિકામાં વિવિધ વેરા ભરવામાં લબાડવેડા કરતા અંદાજે 463 જેટલા મિલકતધારકોને વેરા વસૂલાતની નોટીસ ફટકારી છે. જો નિયમ સમય મર્યાદામાં વેરા ભરપાઇ નહી કરો તો સુધરાઇ તંત્ર આવા આસામીઓના નળ જોડાણ કાપી કાર્યવાહી કરશે. લીંબડી નગરપાલિકા તંત્રે 463થી વધુ મિલકતદારોને નિયમ સમયમર્યાદામાં બાકી નીકળતા વેરા ભરપાઇ કરવા તાકિદ કરી છે.

લીંબડી શહેર સુધરાઇ તંત્રમાં શહેરના અંદાજે 15,180 જેટલા મિલકતદારોનો સમાવેશ થાય છે. લીંબડી નગરપાલિકાની શહેરની વેરા વસૂલાતની અંદાજે રૂપિયા 1.96 કરોડની વાર્ષિક વસૂલાતની ડીમાન્ડ છે. જેની સામે સુધરાઇએ વર્ષ દરમિયાન માત્ર 63.31 લાખ રૂપિયાની વસૂલાત કરતા વેરા વસૂલાતમાં સુધરાઇ તંત્રની આંખ મીચામણા નીતી જોવા મળે છે. લીંબડી નગરપાલિકાએ હજુ 463થી વધુ લોકો પાસે અંદાજે રૂપિયા 1.26 કરોડ રૂપિયાની વેરા વસૂલાત બાકી છે. આથી મિલકતધારકોને તેમના બાકી નીકળતા હાઉસ ટેકસ, પાણી વેરો, સફાઇ વેરો, દિવાબત્તી વેરો વગેરે નિયત સમયમાં ભરપાઇ કરી દેવા નોટીસો આપીને તાકિદ કરી છે. જોકે નાગરિકે પણ પોતાની જવાબદારી સમજીને સમયસર વેરો ભરવો જોઇએ, જેના પ્રતાપે વિસ્તારનો વિકાસ કરી શકાય.

ચાલુ વર્ષે સુધરાઇ દ્વારા માત્ર 63.31 લાખની વસૂલત

અન્ય સમાચારો પણ છે...