તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Limbadi
  • લીંબડી તાલુકાનું પાણશીણા ગામ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજીની જન્મભૂમિ

લીંબડી તાલુકાનું પાણશીણા ગામ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજીની જન્મભૂમિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાનું પાણશીણા ગામ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજીની જન્મભૂમિ હોવાથી સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય નિર્માણ કરાયુ છે. મૂળી તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 4 થી 8માર્ચ દરમિયાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને નરનારાયણ દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે. પ્રસંગે યોજાતી શ્રીમદ્દ ભાગવત પંચાન્હ પારાયણમાં રવિવારના રોજ વ્યાસપીઠ પરથી સૂર્યપ્રકાશદાસજીએ કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ વર્ણવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડ્યા હતા. અને સમગ્ર કથા મંડપ કૃષ્ણમય બની ગયો હતો. કથામાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈલા લાલકીની ગૂંજ સાથે ભકિતનું ઘોડાપૂર જોવા મળ્યુ હતુ. જયારે રાત્રી દરમિયાન યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. }રમેશ શાહ

અન્ય સમાચારો પણ છે...