તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોપર થયેલા અત્યાચારમાં વિરોધની આંધી ઉઠતા એસ.ટી. બસોને નુકશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દલિતોપર થયેલા અત્યાચારમાં વિરોધની આંધી ઉઠતા એસ.ટી. બસોને નુકશાન થાય તે માટે જે તે ડેપોમાં લાંબા અંતરની બસોને ઉભી રખાવી દેવાઇ છે. ત્યારે લીંબડી બસ ડેપોમાં ફસાયેલા મુસાફરોની વ્હારે સંસ્થાઓએ આવી મુસાફરો માટે રહેવા, જમવાની, ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી.

સમઢીયાળા દલિત અત્યાચાર પગલે સમગ્ર રાજયમાં ઠેરઠેર તોફોનો થઇ રહ્યા છે. હાઇવે પર એસ.ટી. બસોને તોફાની તત્વો નિશાન બનાવતા લાંબા અંતરની ઘણી બસો લીંબડી ડેપોમાં થોભાવી દેવાઇ હતી. લીંબડી ડેપોમાં બસોની સલામતીને ધ્યાને રાખી તમામ એકસપ્રેસ અને લોકલ રૂટ બંધ કરી દેવાતા મુસાફરોની હાલત કફોડી બની હતી. લીંબડી એસ.ટી. ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ તમામ મુસાફરોને જયાં સુધી હાઇવે સુરક્ષીત થાય ત્યાં સુધી ડેપોમાં ઉતારાની વ્યવસ્થા કરી દીધી હતી. લીંબડી ડેપોમાં લાંબા અંતરની બસોના મુસાફરોને આશ્રય લેવો પડતો હોવાની વિગતો મળતા સૌરાષ્ટ્ર નીમ્બાર્ક પીઠના મહંત લલીતશરણજી તથા સેવકો, કબીર યોગાશ્રમના સેવકો, લીંબડી ડેપોના કર્મચારીઓ મદદે દોડી ગયા હતા. મુસાફરોને રહેવા, જમવાની, ચા-નાસ્તાની સગવડતા કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો