લીંબડી હાઇવે પરથી કતલખાને લઇ જવાતાં 8 બળદો બચાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીહાઇવેથી અબોલ પશુઓ ભરેલું વાહન પસાર થવાની બાતમી મળતા વર્ધમાન જીવદયા પરિવાર તથા પોલીસની મદદથી 8 જેટલા બળદોને કતલખાને જતા બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી બળદો ભરીને આઇસર ટેમ્પો લીંબડી હાઇવે પરથી પસાર થવાની વિગતો મળતાં વર્ધમાન જીવદયા પરિવારના રઘુભાઇ કરમણભાઈ ભરવાડ અને તેમની ટીમ તથા લીંબડી પોલીસ ની મદદથી હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી આધારીત વાહન પસાર થતાં તેને અટકાવવા જતા વાહન મારી મુકતા લીંબડી હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. છેવટે આઇસર ટેમ્પોના ચાલક અને અન્ય બે આરોપી વાહન પડતું મુકી નાસી છુટયા હતા. લીંબડી પોલીસે જીવદયા પરિવારની મદદથી અબોલ પશુઓને કતલખાને જતા બચાવી લીંબડી મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે આઇસર ટેમ્પો કબજે કરી ભાગી છૂટેલા આરોપીઓ ની શોધખોળ હાથ ધરી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

કતલખાને લઈ જવાતા પશુઓ પાંજરાપોળમાં મોકલાયા હતા.

જીવદયા પ્રેમી અને પોલીસની મદદથી મળી સફળતા

અન્ય સમાચારો પણ છે...