• Gujarati News
  • લીંબડી તાલુકાના ભલગામડા ખાતે ખાંડીયા હનુમાનજીના મંદિરે રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

લીંબડી તાલુકાના ભલગામડા ખાતે ખાંડીયા હનુમાનજીના મંદિરે રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના ભલગામડા ખાતે ખાંડીયા હનુમાનજીના મંદિરે રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. કથા દરમિયાન ગ્રામજનોએ સ્વચ્છતા, બેટી બચાવો, કન્યા કેળવણી, વૃક્ષ બચાવો, પાણી બચાવો મુદ્દે સંકલ્પ લીધા હતા. વર્તમાન કળીયુગમાં સકળ વિશ્વના જીવમાત્રના રક્ષણ માટે જીવસૃષ્ટીના રક્ષણ હેતુ માટે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞના દિવ્ય મહિમાનું આયોજન કરાયુ છે. કથામાં વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં રામપ્રસાદજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા શિવ વિવાહ, રામ જન્મોત્સવ, રામ વિવાહ સહિત વિવિધ પ્રસંગોની ભાવસભર ઉજવણી કરાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ભલગામડા રામકથામાં સ્વચ્છતા, બેટી બચાવો, કન્યા કેળવણીના સંકલ્પો