તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં 3.34 કરોડના ખર્ચે બનાવેલા બસસ્ટેન્ડમાં પાણી પાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શહેરમાં 3.34 કરોડ ખર્ચે તૈયાર થયેલું બસસ્ટેન્ડમાં પહેલા ચોમાસામાં પ્લેટફોર્મ, લોબી, સીડી, ટીસી રૂમ સહિતની જગ્યાએ પાણી ભરાઈ ગયુ છે. આથી મુસાફરો અને એસ.ટી ડેપોના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લીંબડી એસ.ટી ડેપોના બસસ્ટેન્ડનું ત્રણ વર્ષ સુધી કાચબાની ગતિએ ચાલેલું કામ પૂર્ણ થતા મુસાફરો અને એસ.ટી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શિયાળો, ઉનાળો અને ચોમાસામાં હેરાન થયેલા લોકોને માટે 3.34 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસસ્ટેન્ડનું મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. પરંતુ પહેલા ચોમાસામાં જ નવનિર્મિત એસ.ટી બસસ્ટેન્ડમાં પ્લેટફોર્મ ઉપર બનાવેલ પતરાની છતમાંથી પાણી ટપકવા લાગતા મુસાફરોને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આ ઉપરાંત ટ્રાફિક કન્ટ્રોલર રૂમ, સીડી, અને બીજા માળે આવેલી ઓફિસની લોબીમાં પાણી ભરાઈ જતાં મુસાફરો, વિધાર્થીગણો અને એસ.ટી કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.

આ અંગે ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી જણાવ્યું હતું કે પ્લેટફોર્મની છત ઉંચી હોવાને લીધે અને બીજા માળે આવેલી ઓફિસ તથા ટીસી ઓફિસમાં બારીઓમાંથી વરસાદી વાછટ આવવાને કારણે પાણી ભરાઈ ગયા છે. જે જગ્યાથી પાણી ટપકે છે તેને બંધ કરાવવા માટે એસ.ટી વિભાગને જાણ કરવામાં આવશે.

લીંબડીના નવનિર્મિત બસસ્ટેન્ડમાં પાણી ભરાયા છે. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...