લખતર-લીંબડી રોડ ઉપર 10 કિ.મી.નાં વિસ્તારમાં ચાર જગ્યાએ રોડ કપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર-લીંબડીરોડ પર ચાલતાં નર્મદા નિગમનાં માઈનોર-સબમાઈનોર કેનાલનાં કામોથી રસ્તાઓ ઠેકઠેકાણે તોડી નાંખવામાં આવ્યો છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં રોષની લાગણી જોવા મળે છે.

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નિગમની કેનાલોથી રાજ્યનાં ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે તેવી જાહેરાતો સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. ફાયદો જયારે થશે ત્યારે થશે પરંતુ અત્યારે તો તાલુકાની જનતા રસ્તાઓ ખોદી નાંખવામાં આવતાં પરેશાની ભોગવતી જોવા મળે છે. લખતર તાલુકામથક હોઈ રસ્તા ઉપરથી આવતાં અણીયારી, ભડવાણા, દેવળીયા વિગેરે ગામનાં અરજદારો પરેશાન બન્યા છે. અંગે જયદેવભાઈએ જણાવ્યું કે લખતરથી દેવળીયા સુધીમાં શરૂઆતનાં છ-સાત કી.મી.નાં રસ્તા ઉપર ચાર જગ્યાએ રોડ કાપી નાંખવામાં આવ્યો છે. દરેક સાંધામાં ખાડાઓને કારણે વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવે છે. અંગે નર્મદા નિગમની લીંબડીનાં નાયબ કાર્યપાલક ઈજનેર ટ્રેટીયાભાઈએ જણાવ્યું કે રસ્તા ઉપર નાંખેલ માટી બેસી જાય છે. આથી મેટલ નાંખી કોંક્રીટ રોડ કરવાની કામગીરી તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

લખતર-લીંબડી રોડ કાપવામાં આવ્યો છે. તસવીર-સતીશઆચાર્ય

અનેક ગામના લોકોને તૂટેલા રસ્તાથી પરેશાની

અન્ય સમાચારો પણ છે...