લીંબડીમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મોબાઈલ અને દસ થી બાર હજાર રોકડા ગઠીયા ઉઠાવી ગયા

લીંબડીમાંઘરફોડી ચોરી, વાહનોની ઉઠાંતરી અને દુકાનોમાં ચોરીના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે લીંબડીની મુખ્ય બજારમાં આવેલી દુકાન ઉપર તસ્કરો ત્રાટક્યા અને બે મોબાઈલ સહિત દસથી બાર હજાર રૂપિયા ઉઠાવી ગયા હતા.

લીંબડીની મુખ્ય બજારમાં આવેલી ચામુંડા કૃપા મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા પ્રકાશભાઈ આર ડાભીની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં બે નંગ મોબાઈલ અને દસથી બાર હજાર રૂપિયા રોકડાની તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી છે. જેની ફરિયાદ પ્રકાશભાઈ ડાભીએ લીંબડી પોલીસ મથકમાં આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...