તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર આઈટીઆઈમાં પીવાનાં પાણી વગર વિધાર્થીઓ પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા સૌની યોજના હેઠળ સારાય સૌરાષ્ટ્રને પાણી આપવાની વાતો કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમા લખતર ખાતેની ઔધોગિક તાલીમ સંસ્થામાં પીવાનું પાણી નથી. આથી વિધાર્થીઓ કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીથી વંચિત રહેતાં રોષની લાગણી ફેલાઇ છે.

સરકારી તંત્ર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી ગુજરાતભરમાં નાનામાં નાના કસ્બાને મળી રહે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે. ત્યારે લખતરથી બે કી.મી. દૂર લીંબડી હાઈવે ઉપર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આથી વિધાર્થીઓ ધોમધખતા તાપમાં પાણી માટે બે કી.મી. ચાલીને જાય છે. પોતાનો અભ્યાસ કરે પરંતુ વિધાર્થીઓને પીવાનું ઠંડું પાણી મળે તો તેમનું અભ્યાસમાં ધ્યાન ક્યાંથી ચોંટે તે સ્વાભાવિક છે. અંગે કિશોરસિંહે જણાવ્યું કે લખતર આઈ.ટી.આઈ.માં વિધાર્થીઓને પીવાનું પાણી ઠંડું મળતાં ગરમીમાં વિધાર્થીઓની હાલત કફોડી બને છે. અને આથી વિધાર્થીઓમાં રોષની લાગણી જોવા મળે છે. અંગે લખતર આઈ.ટી.આઈ.નાં ફોરમેન ઇન્સ્ટ્રકટર એચ.કે.પરમારે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં આઈ.ટી.આઈ. ખાતે થયેલી વીજપાવરની વધઘટનાં કારણે વીજઉપકરણો બળી ગયાનું જણાવ્યું હતું. અને તેમાંનાં તાત્કાલિક અસરથી કેટલાંક રિપેર થઇ ગયેલ છે અને બીજાની કામગીરી ચાલું હોવાનું જણાવ્યું હતું.

લખતર આઇટીઆઇમાં વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમીમાં ઠંડા પીવાના પાણી પ્રશ્ને પરેશાન છે. તસવીર-સતીશઆચાર્ય

પાણી મેળવવા બે કિ.મી. ચાલીને જતાં વિદ્યાર્થીઓ

અન્ય સમાચારો પણ છે...