તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Limbadi
 • લીંબડી અને ચૂડાના ગ્રામ્ય પંથકમાં લો વોલ્ટેજના પ્રશ્નથી લોકો ત્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી અને ચૂડાના ગ્રામ્ય પંથકમાં લો-વોલ્ટેજના પ્રશ્નથી લોકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડા-લીંબડીતાલુકાના ગ્રામ્ય પંથકમાં રાત પડેને લાઈટ ટમટમીયા બની જાય છે. લો વોલ્ટેજ થઇ જતા ગ્રામ્ય પંથકનાં લોકો પરેશાન થઇ રહ્યાં છે. લો વોલ્ટેજથી ગ્રામ્યપંથકના લઘુઉદ્યોગને ફટકો પડી રહ્યો છે. આથી ગ્રામજનોએ વહેલી તકે લો વોલ્ટેજ પ્રશ્ન હલ કરવા વીજતંત્રમાં રજૂઆત કરી છે.

લીંબડી તાલુકાના શિયાણી અને પાણશીણા બાદ હવે ચૂડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ રાત પડતા લો વોલ્ટેજની સમસ્યા વકરી છે. કારોલ, પાંદરી, મોજીદડ, સેજકપર જેવા ગામડામાં રાત પડતા વીજળીના બલ્બ જાણે ટમટમીયા બની જાય છે. રાજય સરકાર અને તેમના પ્રતિનિધિઓ જ્યોતિગ્રામ યોજનાની વાતો કરે છે. તો ગ્રામ્ય પંથકમાં દિવસમાં ગમે ત્યારે વીજકાપ અને રાત્રે લો વોલ્ટેજથી લોકો પરેશાન બની રહ્યાં છે. પરિણામે ગ્રામ્યપંથકમાં હીરાઉદ્યોગ, ઠંડા પીણાની દુકાનો, પંચરના ધંધાર્થીઓ તેમજ મહિલા ગૃહઉદ્યોગ જેવા લઘુઉદ્યોગ ઠપ્પ રહેતા કારીગરોને આર્થિક નુકસાન વેઠવી પડે છે.

જો સમસ્યા હશે તો વહેલી તકે હલ કરાશે

^લો વોલ્ટેજની ફરિયાદ હજુ મારા સુધી પહોચી નથી. હું અમારા સ્ટાફ પાસે વિગતો મંગાવી તપાસ કરાવુ છુ. જો સમસ્યા હશે તો વહેલી તકે હલ કરાશે.> એસ.આઈ.ઠાકર,ડિવિઝનઅધિકારી, PGVCL

લઘુ અને ગૃહ ઉદ્યોગનો મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો