તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિસ્માર રસ્તાના પાપે 12 ગામની એસટી બસ સુવિધા છીનવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીતાલુકાના ભાલપંથકના ગામડાઓને જોડતો મુખ્યમાર્ગ લીંબડી હડાળા બિસ્માર રસ્તા પર વાહનો ચલાવવા અશક્ય બની ગયુ છે. આથી એસ.ટી ડેપોએ ભાલપંથક તરફ દિવસમાં દોડતા તમામ 6 રૂટો છેલ્લા 7 દિવસથી બંધ કરી દીધા છે. ભાલ પંથકના ગામડાની રસ્તાના વાંકે એસ.ટી સેવા છીનવાતા મુસાફરો વધારે ભાડા ચુકવી ના છૂટકે જોખમી મુસાફરી તરફ વળ્યા છે. વહેલી તકે રસ્તાનું રીપેરીંગ કરી એસ.ટી સેવા શરૂ થાય તે માટે ભાલપંથકના મુસાફરોએ લીંબડીના ડેપોમેનેજર ચેમ્બરનો ધેરાવ કર્યો હતો. ત્યારે લીંબડી પંથકમાં એસ.ટી સેવા પુન:શરૂ કરાવવા રજૂઆત કરી હતી.

લીંબડીથી હડાળા ભાલને જોડતો રસ્તો છેલ્લા બે વર્ષથી ખખડધજ બની ગયો છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં રસ્તાનું ધોવાણ થતા મોટા-મોટા ઊ઼ંડા ખાડા પડી જતા એસ.ટી બસો ચાલી શકતી નથી. લીંબડી ડેપોએ ભાલ પંથકમાં જતા રૂટોને બંધ કર્યા છે. જેમાં પાણીશીણા સુધી જવા જણાવતા ભાલપંથકના ભોજપરા, કમાલપુર, આણંદપર, દેવપરા, હડાળા, ધોળી, સહિતના 12 જેટલા ગામડાઓની એસ.ટી બસ સુવિધા છીનવાઇ જતા મુસાફરોની હાલત કફોડી બની છે. ભાલ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તો અતિબિસ્માર હોવાથી એક માત્ર ધીમીગતીએ છકડોરીક્ષા ચાલી શકતી હોવાથી મુસાફરો, વિદ્યાર્થીઓ, નિયમિત અપડાઉન કરતા ગ્રામ્ય પંથકના વેપારીઓ સરકારી કર્મચારીઓ પરેશાનીનો ભોગ બની રહ્યા છે. ભાલ પંથકમાં રૂટો બંધ થતા મુસાફરોએ લીંબડી ડેપો માં મેનેજરની ચેમ્બર, વર્કશોપનો ધેરાવો કરીને બસો ચાલુ કરાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

લીંબડી એસ.ટી ડેપોમાં ભાલ પંથકના રૂટો પર ચાલતા ડ્રાઇવરો જણાવ્યુ કે રસ્તો ખરાબ હોઇ વારંવાર બસને નુકશાન થતુ હોવાથી જ્યારે અધિકારીઓ નુકશાનીના પૈસા ભરવા નોટીસો આપે છે. આથી જ્યાં સુધી રસ્તો રીપેર થાય ત્યાં સુધી અમે દાહોદ- ગોધરા-જશુ પણ હડાળા રૂટ નહી ચલાવીએફ અંગે લીંબડી એસ.ટી ડેપોમેનેજર ભાવનાબેન ગૌસ્વામી જણાવ્યુ કે બિસ્માર રસ્તાનો પ્રશ્નને મે સંકલનની મીટીંગમાં 3 વખત રજૂ કર્યો પરંતુ કોઇ ઉેકેલ આવ્યો નથી. આથી ના છૂટકે વાહનો, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભાલપંથકના રૂટોને હાલતો પાણીશીણા સુધી ચલાવીશું.

ભાલના ગ્રામ્ય વિસ્તારોને સાંકળતા 6 રૂટની સુવિધા 7 દિવસથી છીનવાઇ

નુકશાનીના પૈસા અમારા કાપે છે, ગોધરા જઇશું પણ ભાલમાં બસ લઇ નહીં જઇએ : ચાલકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો