તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાચીન ઇમારતોમાં અનૈતિક પ્રવૃતિની બદી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીમાંઐતિહાસિક ઇમારતો જાળવણીના અભાવે હવે ખંડેર માં ફેરવાઇ રહીછે. કોલેજ સામે આવેલો જૂનો રાજમહેલ આવારાતત્ત્વો નો જાણે અડ્ડો બની ગયો છે. અનિષ્ઠ પ્રવૃતિ વધતા વિસ્તારના રહીશો પરેશાન બની રહ્યા છે .સ્થાનીક પોલીસ તંત્ર બધુ જાણતું હોવા છતાં શા માટે મૌન ધારણ કર્યુ છે તે બાબતે તપાસ થાય તેવું નગરજનો માંગણી કરી રહ્યા છે.

રાજાશાહી યુગના સમયે સૌરાષ્ટ્રમાં લીંબડી સ્ટેટ ની એક આગવી ઓળખ હતી.શહેર મધ્યમાં ટાવર બંગલો તથા જુદા-જુદા રાજમહેલ પણ હતા.પરંતુ રજવાડાના વિલીનીકરણ થતાં સરકારે વહિવટ હસ્તક કર્યો છે. પરંતુ જાળવણીનાં અભાવે કોલેજ માર્ગ , બી.આર.સી ભવન પાસે આવેલા રાજ મહેલના કિંમતી બારી દરવાજા તો ક્યાર ના પગ કરી ગયા છે. સરકાર અને રાજવી પરિવાર વચ્ચે હક્કની લડાઇમાં હાલમાં બિનવારસી બનેલો આલીશાન મહેલ ખંડેરમાં ફેરવાઇને આવારા તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. રાત પડતાં ખંડેર મહેલમાં અંગ્રેજી દારૂના બુટલેગરોના ધંધાની સોદાબાજી શરૂ થાય છે. રાત પડે ને શરાબ અને શબાબની મહેફીલો મંડાય છે. જ્યારે લીંબડીની ઓળખ ગણાતો ટાવર બંગલાની ઇમારતો ખખડધજ બની ગઇ છે. ભૂકંપની થપાટમાં ધ્વંશ થયેલી મોટા ભાગની કચેરીઓનુ સ્થળાંતર થઇ જાતા વિસ્તારના આવારાતત્ત્વોને અસામાજીક પ્રવૃતિ માટે મેદાન મોકળુ બન્યુ છે.આ બાબતે લીંબડી ના પીએસઆઇ એ.એચ ગોરી જણાવ્યુ કે અમારી પોલીસ ટીમ શહેરમાં દારૂ જુગારના દરોડા તેમજ અસામાજિક પ્રવૃતિ ડામવા સતત કાર્યરત હોય છે.

લીંબડી અનેક પુરાતત્વ ઇમારતોનો ભવ્ય વારસો ધરાવે છે.પરંતુ સરકારની જાળવણીના અભાવે અનેક પ્રાચીન ઇમારતો ખંડેર બની છે. કોઇ દેખભાળ હોવાથી આવી ઇમારતો અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન બની ગઇ છે. જેમાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ફુલેફાલે છે. તસવીર-અશ્વિનસિંહરાણા

લીંબડીમાં સરકારની જાળવણીના અભાવે ઐતિહાસિક ઇમારતોનો ભવ્ય વારસો ખંડેર બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો