તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન તાલુકા કોર્ટનું અંતે ભૂમિપૂજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાડાના મકાનમાં કોર્ટ ચાલતી હોવાથી મુશ્કેલી સર્જાતી હતી

થાનગઢતાલુકો બન્યા પછી તાલુકા કોર્ટ નગરપાલિકાના ભાડાના મકાનમાં ચાલે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. ત્યારે તાલુકા કોર્ટનું ભૂમી પૂજન થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

થાન તાલુકો બન્યા પહેલા ચોટીલા જે થાનથી 20 કિ.મી દૂર આવેલ છે ત્યાં કોર્ટના કામ અર્થે થાનના લોકોને જવુ પડતુ હતું. થાન તાલુકો બન્યા બાદ થાનમાં કોર્ટની સ્થાપના કરવામાં આવેલી જે હાલ થાન નગરપાલિકાના ભાડાના મકાનમાં ચાલી રહી છે. સરકાર દ્વારા થાનના આશાપુરા મંદિર સામે સરકાર તરફથી કોર્ટ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. અહીં નવા કોર્ટની બિલ્ડીંગ બનાવવાના કામનુ ભૂમી પૂજન કરવામાં આવ્યુ હતું. કોર્ટનું સંકુલ 24000 ચો.ફૂટમાં બાંધકામ કરવામાં આવશે.

અંગે પીડબલ્યુડી વિભાગના લીંબડીના જાદવભાઈએ જણાવ્યું કે, સંકુલ ઝડપથી ઉભુ કરવામાં આવશે. જેથી ગામના લોકોને ટ્રાફીકની સમસ્યાથી રાહત મળશે. કોર્ટના સંકુલના બાંધકામનું ભૂમીપૂજન આઇ.ડી.પટેલ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજના હસ્તે કરાયું હતું. ઉપરાંત થાન સિવિલ જજ જી. એસ. દરજી, મામલતદાર, થાન નગરપાલિકા પ્રમુખ રાણીબેન પરમાર, ચીફઓફિસર બી.સી.ચૌહાણ, સુરૂભા રાણા, હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ, અને સીનીયર તથા જૂનીયર વકીલોની હાજરીમાં ભૂમી પૂજન કરાયું હતું.

થાનની નવા કોર્ટના સંકુલના કામનું ખાત મુહુર્ત કરાયું હતું. તસવીર-ભરતદવે

અન્ય સમાચારો પણ છે...