તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Limbadi
 • લીંબડીમાં વ્યવહારિક સમયે ઉપયોગ થાય તેવો ટાઉનહોલ બનાવવા કોંગ્રેસની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીમાં વ્યવહારિક સમયે ઉપયોગ થાય તેવો ટાઉનહોલ બનાવવા કોંગ્રેસની માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગરજનોને સામાજિક પ્રસંગોમાં સમાજ વાડીઓ ભાડે રાખવી પડે છે

લીંબડીશહેરમાં સુધરાઈ તંત્ર લાખો રૂપિયા ના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવ્યા છે. જે પાર્કિંગ પોઇન્ટ માં ફેરવાઈ જતાં બીન ઉપયોગી બન્યા છે. આથી નગરજનો ને વ્યહવારીક પ્રસંગોપાત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મનોરંજન માટે ઉપયોગી સાબિત થાય તેવો ટાઉનહોલ બનાવવા લીંબડી શહેર કોંગ્રેસે સુધરાઈ તંત્રમાં રજૂઆત કરી છે.

લીંબડીમાં નગરજનોને વ્યહવારીક પ્રસંગોપાત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મનોરંજન માટે ઉપયોગી સાબિત થાય તેવો ટાઉનહોલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા રહીશોમાં રોષ ફેલાયો છે. બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ રઘુભાઇ ભરવાડ, અંબારામભાઇ દલવાડી, ભાવનાબેન રાઠોડ, પરશોતમભાઇ પટેલ તથા એન. કે. મકવાણા શહેર ઉપયોગી ટાઉનહોલ બનાવવા માટે સુધરાઈમાં રજૂઆત કરી છે. એક સમયે લીંબડી શહેરમાં નગરજનો ના મનોરંજન માટે બે સિનેમા ઘર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ગાંધી સ્મૃર્તિ ભવન જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ ભૂકંપ ની થપાટ બાદ બંને થિયેટરો તથા સ્મૃતિભવન ધ્વંશ થતાં નગરજનો ને સામાજિક પ્રસંગોમાં સમાજ વાડીઓ ભાડે રાખવી પડે છે.

જો નગરજનો ને ટાઉનહોલ ની સુવિધા ઉપલબ્ધ થાય તો ઘણો લાભદાયક સાબિત થાય. બાબતે લીંબડી પાલિકાના ચીફ ઓફિસર પી.કે કોટેચાએ જણાવ્યું કે લીંબડી શહેરમાં ટાઉનહોલ બનાવવા માટે અમો પ્રયત્નશીલ છીએ વહેલી તકે પ્રશ્ર્ન ઉકેલાય તેવા પ્રયાસો કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો