તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા તંત્રની દેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીનાનગરજનોને પાણીની સુવિધા મળી રહે તે માટે લીંબડી રાજવી પરિવારે શહેરની મધ્યમાં વિશાળ તળાવ બનાવી આપ્યુ હતુ. પરંતુ માથાભારે તત્ત્વો દ્વારા તળાવમાં ગેરકાયદે પેશકદમી, દબાણ થઇ રહ્યા છે. તંત્ર દ્વારા થતા આંખ મિચાંમણા અને જાળવણીના અભાવે થતા તળાવ કચરાના ખડકલાના કારણે ઐતિહાસિક સ્થળનુ નૂર હણાઇ રહ્યુ છે.

રાજાશાહી યુગમાં લીંબડીના પ્રજા વાત્સલ્ય રાજા દોલતસિંહજીએ શહેરની મધ્યમા વિશાળ પાકા તળાવનું બાંધકામ કરાવી નગરને અર્પણ કર્યુ હતું. તળાવ આજે પણ દોલતસાગર તરીકે ઓળખાય છે. પરંતુ સરકારે વહિવટ હસ્તગત કર્યા બાદ તળાવ કાંઠે આડેધડ કેબીનો, દુકાનોના દબાણો ખડકાઇ ગયા છે. તળાવમાં અનેક વેપારીઓએ ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરી નાખ્યુ છે. અને દુકાનોની બારીમાંથી દિવસભર કચરો તળાવમાં ઠાલવી તળાવને ગંદવાડામાં ફેરવી નાખ્યુ છે. જી.કે મંડળ રોડ તેમજ જૂની સોસાયટીઓ તથા ફતેસિંહ જીન માર્ગે પસાર થતી ગટર સુધરાઇ કચેરી માર્ગે નાળા પાસે તૂટેલી છે. જે ગટરના ગંદા પાણી તળાવની પાણીની આવકની કેનાલમાં ઠલવાય છે. આથી તળાવના પાણીને વધુ દૂષિત કરે છે. ગેરકાયદે દબાણકર્તા તત્ત્વોને સુધરાઇ તંત્રે તેમણે કરેલા દબાણો સ્વૈછિક રીતે દૂર કરવાં અનેકવાર નોટિસો ફટકારી છે. આમ છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. સુઘરાઇ તંત્ર તાકીદે શહેરના એકમાત્ર તળાવની જાળવણીના પગલા ભરે તેવું નગરજનો, પર્યાવરણ પ્રેમીઓ માંગણી કરી રહ્યા છે.

અંગે લીંબડી પાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર જગદિશભાઇ પરમારે જણાવ્યુ કે, દોલતસાગર તળાવ ફરતે દુકાનદારોને તળાવમા ગંદકી ફેલાવવા તાકિદ પણ કરાઇ છે. આમ છતા ગંદકી કરશે તો તંત્ર કાર્યવાહી કરશે.

લીંબડીનું ઐતિહાસિક દોલતસાગરનું દબાણ અને ગંદકીથી આગવી ઓળખ ગુમાવી રહ્યું છે. તસવીર-અશ્વિનસિંહરાણા

લીંબડીનાં દોલતસાગરનું જાળવણી અભાવે હણાયું નૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો