તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂડામાં નવા RCC રોડ પર બમ્પ મૂકવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડામાંજોરાવરપરાનો મુખ્ય રસ્તો નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ કોઇ પણ જગ્યાએ બમ્પ મૂકેલા નથી. આથી બેફામ રીતે વાહન ચાલકો વાહનો ચલાવી રહ્યા છે. જેના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા બમ્પ મૂકવામાં આવે તેવી ગામ લોકોમાં માંગ ઉઠી છે.

ચૂડામાં ધણાજ સમય બાદ થોડા દિવસો પહેલા ચૂડા આથમણા તળાવથી ચૂડા બસસ્ટેન્ડ સુધીનો આર.સી.સીનો નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડ ઉપર ચૂડા સરકારી દવાખાનાથી આથમણા તળાવ વચ્ચે એક પણ બમ્પ મૂકવામાં આવ્યો નથી.

ચૂડા ગામનો મેઇન રોડ છે. રોડ પરથી મોટા વાહનો, એસ.ટી. તથા અન્ય વાહન ચાલકો પસાર થાય છે. જેમાં અમુક વાહન ચાલકો બેફામ રીતે વાહનો ચલાવે છે. રોડની આજૂ બાજૂમાં રહેણાંક વિસ્તાર આવેલો છે. આથી રોડ પર એક રબારીના નેસ પાસે અને બીજો બમ્પ કલાની લીંબડી પાસે તથા ત્રીજો બમ્પ સરકારી દવાખાના પાસે બનાવવામાં આવે તેમ વિસ્તારમાં રહેતા રહિશો માંગ કરી રહ્યા છે.

જો ટૂ઼ક સમયમાં બાબતે કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો લોકોને આંદોલનનો માર્ગ પસંદ કરવાની ફરજ પડશે. આથી નિંદ્રાધીન સરકારી તંત્ર પોતાની જવાબદારી સમજીને કાર્ય કરી આપે તેવી લોકોની માંગ છે.

રબારીના નેસ પાસે, કલાની લીંબડીને તથા સરકારી દવાખાના પાસે બમ્પ બનાવવા રહીશોની રજૂઆત

ચૂડામાં મેઇન રોડ પર કોઇ બમ્પ હોવાથી વાહન ચાલકો બેફામ બનતા અકસ્માતનો ભય ઉભો થયો છે. તસવીર-પંકજત્રિવેદી

આથમણા તળાવથી બસ સ્ટેન્ડ સુધીના રસ્તા બેફામ ગતિએ દોડતા વાહનોથી અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો