• Gujarati News
  • લાંચ કેસમાં મહિલા ફોજદારને શરતી જામીન

લાંચ કેસમાં મહિલા ફોજદારને શરતી જામીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીનાપાણશીણા ગામે રહેતા રઘુવીરસિંહ અજિતસિંહ પરમારને તેમના વિરુધ્ધ યુવતીએ દુષ્કર્મની અરજી પરથી ગુનો દાખલ કરવાની ધમકી આપીને રાજકોટ મહિલા પોલીસમથકના મહિલા ફોજદાર ગીતાબાનું હયાતખાન પઠાણે 20 લાખની લાંચ માગી હતી. તડજોડના અંતે 6.50 લાખમાં વહીવટ નક્કી થયો હતો. 18મી ઓક્ટોબરે લાંચની રકમનો મહિલા ફોજદાર વતી 2 લાખનો પ્રથમ હપ્તો સ્વીકારનાર કોન્સ્ટેબલ હસમુખ વોરાને તેમજ ફોજદારને એસીબીના સ્ટાફે ઝડપી લીધા હતા. મહિલા ફોજદારે જામીન ઉપર છૂટવા હાઇકોર્ટમાં અરજી કરતા તેમને ‌10 હજારના શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.