તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાણીની સીમમાંથી ગુડદી પાસાનો જુગાર રમતા 8 જુગારીઓ પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીતાલુકાના શિયાણી પંથકમાં જુગારનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે પોલીસે શિયાણીની સીમમાં જાહેર જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડયા હતા. અને તેમના કબજામાં થી રોકડ તથા વાહનો સહિત રૂપિયા 206455 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના અડ્ડા ચાલી રહ્યા હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પણ બાતમી મળતા પીએસઆઇ ડી.બી.બસીયા તથા તેમની ટીમે શિયાણી ગામની સીમમાં જઇ દરોડો પડયો હતો. આથી જાહેરમાં ગુડદી પાસાનો પૈસાની હારજીત નો જુગાર રમી રહેલા જુગારીઓ માં દોડધામ મચી ગઈ હતી.

જેમાં જીલુભાઈ પરમાર, અશોકભાઈ સોનાગરા, શૈલેષ લકુમ, લાલજીભાઈ પીઠવા, ભાર્ગવભાઇ ચાવડા, હઠીસિંહ પરમાર, મહાદેવભાઇ મકવાણા, હાલુભા ઝાલા સહિત કુલ આંઠ આરોપીને ઝડપી પાડયા હતા. અને તેમના કબજામાં થી રોકડ રૂ. 20,445 તથા મોબાઇલ નંગ કુલ સાત કિંમત રૂ. 6000 તથા મોટરસાયકલ નંગ 4, બે ઓટો રિક્ષા એમ કુલ મળીને રૂ. 206455 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. લીંબડી પોલીસે જુગારીઓ ની અટક કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાંથી જુગાર રમતા પકડાયેલા આરોપીઓ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો