તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં નવા ખાતા ખોલાવવા લોકો તો આવ્યા પણ બંેક કર્મચારી આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યઅને ગરીબ લોકો પરેશાન થતાં સરકાર દ્વારા આવા લોકોનાં બેંકમાં ખાતાં ખોલાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારે કરેલી જાહેરાત મુજબ લીંબડી શહેરમાં નિયત સ્થળોએ નગરપાલિકાએ ટેબલ ખુરશી તથા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ સાથે મંડપો નખાવી દીધાં હતાં. પરંતુ લીંબડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ના એકપણ કર્મચારી બૂથ પર નહી આવતાં છૂટક મજુરી તથા રોજગાર ધંધા બંધ રાખીને દિવસ ભર લાઇન માં ઉભાં રહેલા લોકોમાં રોષ છવાયો હતો.

સુધરાઈ સદસ્યો ભાવનાબેન પંકજભાઇ રાઠોડ, પરશોતમભાઇ પટેલ, સેલાભાઇ પરમાર, ચેતનભાઇ વ્યાસ વગેરે સરકારે હવે ગરીબ લોકોની ક્રુર મશ્કરી કરવાનું બંધ કરે તેવી રજૂઆત કરી હતી. જોકે બાબતે લીંબડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજર હાર્દિક ઠાકરેતો બેંકમાં સ્ટાફની અછત છે. જેથી અમે કામ બેંક મિત્રોને સોંપ્યું છે. તેમ જણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દીધા હતા.

ક્યા વિસ્તારમાં તકલીફ રહી

લીંબડી નગરપાલિકાના કર્મચારીઓ તો સવારથી મદદગારીમા બુથ મથક પર આવી ગયા હતાં. પણ બેંક વાળાન આવતાં મથુરાપરા, મોટાવાસ, નાનાવાસ, ભાઠીના હનુમાન, મફતિયાપરા, ચુનારાવાડ વગેરે વિસ્તારના લોકો અટવાયા હતા.

ઠેર ઠેર માંડવા નંખાયા : પ્રજાએ રાહ જોઇને ઘર તરફ વાટ પકડી

નિષ્ક્રિયતા|જિલ્લા કલેક્ટરના હુકમને બેંક ઘોળીને પી ગઇ

અન્ય સમાચારો પણ છે...