તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી તા.પંચાયતનું વિકાસલક્ષી બજેટ ભારે પડકાર વચ્ચે મંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીતાલુકા પંચાયતના સભા ખંડમા સામાન્ય સભામાં ભારે વાદ વિવાદ અને વિરોધ તથા હાકોટા પડકારાના દ્રશ્યો સર્જાયા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ કનકસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ મળેલી સામાન્ય સભામાં ઇન્ચાર્જ ટીડીઓ એચ.એફ ભુવાત્રાએ ગ્રામ વિસ્તારોમાં વિકાસ અને નાણાકીય પુરાંતલક્ષી બજેટ રજુ કર્યુ હતું.

બેઠકમાં કારોબારી ચેરમેન રંજનબેન ગગજીભાઈ ગોહિલ તથા ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, હરપાલસિંહ ઝાલા વગેરેની ઉપસ્થિતિમાં ભારે ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા. અંતે લીંબડી તાલુકા પંચાયતનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પસાર થયું હતું.

નળકાંઠાના અને ભાલ પંથકના એમ કુલ મળીને 55 જેટલાં ગ્રામ્યવિસ્તારોમાં 1.35 કરોડના ખર્ચે પ્રથમ પાયાગત સુવિધાઓ જેવા કે સી.સી. રોડ તથા ગટરના કામો, કંમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ, સ્મશાન છાપરી, સ્નાનઘાટ તેમજ સીમાડામાં માર્ગો પર નાળા જેવા અનેક વિકાસ ના કામો થશે. તેમજ જિલ્લા પંચાયત હસ્તકની આયોજનની ગ્રાન્ટમાંથી પણ નવા કામો હાથ ધરાશે. લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કનકસિંહ ઝાલાએ જણાવ્યું કે વિવિધ પ્રકારના પ્રજા વિકાસ લક્ષી પડતર પ્રશ્નો નો કાયમી ધોરણે ઉકેલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો