તાલુકા સ્વાગત ફરિયાદ માટે 10મી સુધીમાં અરજી કરવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા | લીલીયામાં 22 ઓગષ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામોની અરજીઓ અરજદારે 10 ઓગષ્ટ ના બપોરના 3 વાગ્યા સુધીમાં મામલદાર કચેરીએ ખાતે કરવાની રહેશે. જેમાં અરજદારોને અગાઉના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તેમણે તેમની અરજીમાં ઉલ્લેખ કરવાનો ફરજિયાત રહેશે.

લીલીયામાં વિદ્યાલયનાં છાત્રોએ મોનીટર માટેની ચુંટણી યોજી
લીલીયા | લીલીયામાં મતદાર સાક્ષરતા મુજબ અમૃતબા વિદ્યાલય ખાતે નવા મતદાનમાં જેમનું નામ ઉમેરાયું હોય તેવા ભાવી મતદારોને ચૂંટણી યોજીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી ધોરણ 12નાં વર્ગના મોનિટરની ચૂંટણી યોજાય હતી.જેમાં ચૂંટણી સ્ટાફની કામગીરીમાં વિદ્યાર્થીઓ એ મતદાન અધિકારીઓ,એજન્ટો અને ઉમેદવારની ભૂમિકા વિદ્યાર્થીઓ એ ભજવી હતી.ત્યારે આ ચૂંટણીમાં 29,30,31ના બી.એલ.ઓ જિજ્ઞેશભાઈ ઠુંમર,કાઝીભાઈ,ચાવડાભાઈ હાજર રહ્યાં હતાં.આ તકે ચૂંટણી અધિકારી નાગ્રેચાભાઈ, શાળાના આચાર્ય હસમુખભાઈ, સુપરવાઈઝર હીનાબેન,સ્ટાફ અને ભાવિ મતદારો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...