લીલીયા બૃહદ ગીરની DCF ગેહલોતે મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમા રાજયમા વનવિભાગના ડીસીએફ કક્ષાના અધિકારીઓની બદલી રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી વન વિસ્તરણ વિભાગમા ડીસીએફ તરીકે પ્રિયંકા ગેહલોતની નિમણુંક કરાતા તેમણે લીલીયાના બૃહદગીર વિસ્તારની મુલાકાત લીધી હતી.

અમરેલી વન વિસ્તરણ વિભાગમા ડીસીએફ તરીકે પ્રિયંકા ગેહલોતની નિમણુંક કરવામા આવી છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ લીલીયાના બૃહદગીર વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહ અને વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.

તેમણે આ વિસ્તારમા વન્યજીવોની સંખ્યા વધારવા અને તેમની સુરક્ષા વધારવા વનખાતાના સ્ટાફ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં વન ખાતાના કર્મચારીઓને સિંહોની સંખ્યા વધારવા અને તેમની સુરક્ષા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...