લખતર પંથકની ખાલી નર્મદા કેનાલોની સફાઇ કરાવવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની સૌરાષ્ટ્ર શાખા નહેરમાં અત્યારે પાણી વહન માટે બંધ કરવામાં આવી છે ત્યારે તેની સફાઈ કરાવવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

આ અંગે નિતીનભાઈએ જણાવ્યું કે નર્મદાની મોટી કેનાલ હાલમાં ખાલી હોવા છતાં તેની સફાઈ કરવાનું નામ તંત્ર લેતું નથી. ત્યારે આ કેનાલનો કચરો કેનાલમાં પાણી વહેતું થતાં જ કચરા સાથેનું નવું પાણી સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં જતુ રહેવાની શક્યતા છે. જો આ સફાઈ કરવામાં તંત્ર દ્વારા ઢીલ કરાશે તો ભવિષ્યનાં દિવસોમાં જનતાને ખરાબ કચરાવાળું પાણી મળશે. આ અંગે નર્મદા નિગમની સુરેન્દ્રનગરની સૌરાષ્ટ્રશાખા નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર યુ.બી.વાઘેલાએ જણાવ્યું કે આ કેનાલની સફાઈ અંગે તંત્ર દ્વારા કોઈજ સુચના આપેલી નથી. અને જો આવી સુચના મળશે તો ઝડપથી આ કેનાલની સફાઈનું કાર્ય શરૂ કરવામાં આવશે.

કેનાલમાં તળીયે જામી ગયેલી લીલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...