તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર શહેરને સ્ટેટ હાઈવે સાથે જોડતા રોડનો લાખોનો ખર્ચ પાણીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર મોતીસર તળાવની પાળવાળા રોડ પરથી લખતર સ્ટેટ હાઈવે પર જવાનાં આ રસ્તા પર નવો ડામર રોડ લાખોના ખર્ચે બન્યાને હજુ ચારેક મહિના જ થયા છે. તેમ છતાં આ રોડમાં ખાડા પડી ગયા હોવાથી મુશ્કેલીઓ વેઠતી લખતર શહેરની તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં રોષની લાગણી ફેલાઇ છે.

લખતર શહેરને સ્ટેટ હાઈવે સાથે જોડતો મોતીસર તળાવની પાળવાળા રસ્તે નવો ડામર રોડ 4 મહિના પહેલા જ બનાવવામા઼ આવ્યો છે. લખતર પંથકમાં પડેલા સામાન્ય વરસાદથી આ રોડ ઉપર ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે. આ અંગે નિતીનભાઈ, મહેશભાઈ વિગેરેએ જણાવ્યું કે તાલુકાની તમામ વડી કચેરીઓએ આ રસ્તે થઈને જવાતું હોય છે. અને આ રસ્તામાં પડેલા ખાડામાં વાહન ચાલે તો બાજુમાં તળાવની પાળ પણ પડી ગયેલી હોવાથી બાજુમાં ચાલવાનો ડર લાગે છે. તો આ રોડ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે તેવી ગામલોકોની લાગણી અને માંગણી છે. આ અંગે જિલ્લાપંચાયત બાંધકામ શાખાનાં વર્ક આસિસ્ટન્ટ એન.એસ.રાણાએ જણાવ્યું કે, આ રોડ બનતો હતો તે સમયે પાણી લીકેજના કારણે રોડની હાલત આ થઇ છે. જ્યાં સુધી પાણીની લાઈન રીપેર નહી થાય ત્યાં સુધી રોડ પર ખાડા જ પડશે.

લખતરમાં રોડ પર પડેલા ખાડા અને તેમાં ભરાયેલું પાણી નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...