અવિશ્વાસની દરખાસ્ત પંચાયતના જ સદસ્યો દ્વારા જ પરત ખેંચાઈ

અવિશ્વાસની દરખાસ્ત પંચાયતના જ સદસ્યો દ્વારા જ પરત ખેંચાઈ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:10 AM IST
ઘણાદ ગ્રામપંચાયતનાં સરપંચ સામે છ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આ અંગે પંચાયતનાં જ સદસ્યો દ્વારા એફિડેવિટ કરી અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચતા અંતે ઘીના ઠામમાં ઘી રહ્યાનો ઘાટ સર્જાયો હતો.

ઘણાદ ગ્રામપંચાયતનાં છ સભ્યો પટેલ પ્રેમજીભાઈ, ઝાલા અભેસિંહ, વાઘેલા એમ.એલ, જ્યોતિબેન ડાયાભાઇ, ગોહિલ ભરતભાઈ તેમજ વસવેલીયા કે.આર. દ્વારા પંચાયતના સરપંચ સભ્યોને પૂછતાં નથી અને ગેરવર્તણૂક અને ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરી સભ્યોને હડધૂત કરે છે. જેવી લેખિત અરજી દ્વારા પંચાયતનાં તલાટીને આપેલ અવિશ્વાસની દરખાસ્ત 6 સભ્યોએ એફિડેવિટ રજુ કરી પંચાયતનાં સરપંચ ધરમશીભાઈ મકવાણા ઉપર વિશ્વાસ વ્યક્ત કરતું સોગંદનામું પંચાયતનાં તલાટીકમ મંત્રીને તા.8ના રોજ ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે લખતર તાલુકાપંચાયતનાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વાય.એમ.રાવલે સભ્યો દ્વારા એફિડેવિટ કરી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેચી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

X
અવિશ્વાસની દરખાસ્ત પંચાયતના જ સદસ્યો દ્વારા જ પરત ખેંચાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી