લખતરમાં શનીવારે તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ

લખતર તાલુકાનું તાલુકાપંચાયત ભવન જર્જરિત થતાં તેને નવું બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને તે મુજબ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
લખતરમાં શનીવારે તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ
લખતર તાલુકાનું તાલુકાપંચાયત ભવન જર્જરિત થતાં તેને નવું બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને તે મુજબ તાલુકાપંચાયત ભવન બનવાનાં આરે હોવાથી આગામી સ્વાતંત્રદિનનાં પર્વ નિમિતે તા.11-8-2018ને શનિવારના રોજ રાજય સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પંચાયત ભવન અંદાજે રૂ. બે કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ હોવાનું તાલુકાપંચાયતનાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી યોગેશ રાવલે જણાવ્યુ હતુ. આમ લખતર તાલુકા પંચાયતનાં નવા ભવનનાં લોકાર્પણનાં સમાચારથી તાલુકાની જનતામાં આનંદની લાગણી જોવા મળે છે.

X
લખતરમાં શનીવારે તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App