તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવળીયાના સીમ ખેતરમાંથી ઈંગ્લીશ દારૂ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | દેવળીયા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી રાજકોટ આરઆરસેલ દ્વારા રેડ કરતાં ઈંગ્લીશ દારૂની 51 બોટલ પકડાઇ હતી.

લખતર તાલુકાનાં દેવળીયા ગામનાં ગજેન્દ્રસિંહ ખેંગારસિંહ રાણાનો ઈંગ્લીશ દારૂ ખેતરમાં પડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી આરઆરસેલનાં સવજીભાઈ દાફડા, દિપસિંહ ચિત્રા, રવિભાઈ ભરવાડ, ઝાલા રાજદિપસિંહની ટીમે દેવળીયાની સીમમાં જઇ દરોડો પાડ્યો હતો. ત્યારે ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની કુલ 51 બોટલ કિંમત રૂપિયા 20,400 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...