તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરના ભૂતના ચોરાવાળા રોડ પર મંજૂરી વગર પેવર બ્લોક નાખી દેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારદર્શક વહિવટની વાતો કરતી રાજ્યસરકારનાં પારદર્શક વહીવટનો નમુનો લખતર શહેરનાં ભૂતનાં ચોરાવાળા રોડ પર જોવા મળે છે. લખતર ગ્રામપંચાયત દ્વારા આ રોડ પર પાથરવામાં આવેલ પેવરબ્લોકનાં કામને વહિવટ મંજૂરી ન મળ્યાં હોવા છતાં આ રોડ બની જતાં લોકોમાં અચરજ જોવા મળે છે.શાળામાં પંચાયતના સભ્યએ લેખીતમાં ટીડીઓને ફરીયાદ કરી હતી.

લખતર ગ્રામપંચાયતનાં વોર્ડ નં.13માંથી ચૂંટાયેલા સદસ્ય ભરતભાઈ ગંગારામભાઈ વરમોરાએ લખતર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતમાં જણાવ્યાં મુજબ તાલુકામાંથી વહીવટી મંજુરી વગર 14માં નાણા પંચના કામમાંથી લખતરના ધનજીભાઈ લાલજીભાઈનાં ઘરેથી ભૂતનાં ચોરા સુધીનું પેવરબ્લોકનું કામ તા.25-6-2018નાં રોજ પૂર્ણ થયેલ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ પી.એસ.પંડ્યાએ જણાવ્યુ કે આ અંગેની લેખીતમાં ફરીયાદ હજુ સુધી મારી પાસે આવી નથી પણ રજૂઆત મળ્યે આ અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લખતરમાં મંજૂરી વગર પેવરબ્લોક નાખી દેવાતાં વિરોધ થયો છે.

અન્ય સમાચારો પણ છે...