• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Lakhtar
  • પશુઓ નહાય છે તે તળાવમાંથી કડુ ગામના રહીશોને પીવાનું પાણી લેવુ પડે છે

પશુઓ નહાય છે તે તળાવમાંથી કડુ ગામના રહીશોને પીવાનું પાણી લેવુ પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાનાં કડુ ગામના રહીશો પીવા અને વાપરવા માટેનું પાણી તળાવમાંથી લેવા માટે મજબૂર છે. જ્યારે તાલુકાનાં કેટલાય ગામોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન ત્યાંથી પસાર થાય છે. આથી કુવા કાંઠે તરસ્યાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

લખતર તાલુકામથકથી સાતેક કિ.મી દુર આવેલા કડુ ગામની આશરે 1500ની જનતા અને પશુધનને માત્ર ગામ તળાવ અને તળાવમાં આવેલ કુવાઓનો આશરો છે. આ અંગે ગામના રહીશ વી.બી. રાણાએ જણાવ્યું કે, હાલમાં પીવાનાં પાણીની મોટી સમસ્યા છે. કડુ નજીકથી સૌરાષ્ટ્રનાં તેમજ તાલુકાનાં કેટલાંક ગામોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન પસાર થાય છે. આમ છતાં કડું ગામનાં પશુઓને અને માનવીઓને એક જ તળાવનું પાણી વાપરવાલાયક ન હોવા છતાં વાપરવું પડે છે.

આથી ઝડપી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગામવાસીઓની માંગણી છે.

એક બાજુ ગામના તળાવના પાણી પણ ઓછા થયા છે. જ્યારે ગામને વાપરવાનું પાણી પુરૂ પાડતો કુવો નજરે પડે છે.તસવીર - સતીશ આચાર્ય

ગ્રામજનો રજૂઆત કરે તો પાણી અપાશે
કડુ ગ્રાજમનો દ્વારા જો લેખિતમાં રજૂઆત થાય તો કડુ ગામને પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળી શકે તેમ છે પરંતુ તેઓ દ્વારા તળાવમાં આવેલ કુવામાંથી બીજા કુવામાં નાંખવા માટે બે દિવસ પહેલાં જ 500 મીટર પાઇપલાઇન અમારી પાસેથી લઇ ગયા છે. આર.ડી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા કચેરી, સુરેન્દ્રનગર

અન્ય સમાચારો પણ છે...