• Gujarati News
  • ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરવા પણ પરિવારજનોએ માંગ કરી

ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરવા પણ પરિવારજનોએ માંગ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરવા પણ પરિવારજનોએ માંગ કરી

મૃતકયુવાનના પરિવારજનોએ એવી પણ માંગ કરી હતી કે, દલિત યુવાન ઉપર સવારે 10 વાગ્યે અને ત્યારબાદ બપોરે પણ હુમલો થયો હતો. બન્ને બનાવની અલગ-અલગ ફરિયાદો નોંધવી તેમજ ફરિયાદમાં કલમ 307, 120-બી અને 327 નો ઉમેરો કરવો. ઉપરાંત આરોપીઓ પાસેથી હથીયારો કબ્જે કરવા.

જિલ્લા પોલીસવડાએ પણ મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના પાઠવી

ઈશ્વરીયાગામે યુવાન ઉપર હુમલો થયા બાદ તેનું મોત નિપજ્યું હતું અને પરિવારજનોએ યુવાનની લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવતા મામલો થાળે પડ્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસવડાએ પણ મૃતક યુવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

કુતિયાણાના ઈશ્વરીયા ગામે બે યુવાનો ઉપર હુમલો થયા બાદ એક યુવાનનું મોત થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંદાજે 2,000 જેટલા દલિત ભાઈ-બહેનો ઈશ્વરીયા ગામે ઉમટી પડ્યા હતા અને ગામમાં તંગદિલી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે પોલીસના ધાડા અહીં ઉતારી દેવામાં આવ્યા હતા અને પરિવારજનોની માંગણી સંતોષવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. }કે.કે.સામાણી

ઈશ્વરીયા ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ