તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિયારી દેનાબેંકે 2 હજાર ખેડૂતોને કર્યો દંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કુતિયાણાતાલુકાના મહિયારી ગામે આવેલ દેના બેન્ક દ્વારા ઘેડ પંથકના 2 હજાર ખેડૂતોના બચતખાતામાં દંડ ફટકારવામાં આવ્યો છે. ઘેડ પંથકમાં દેના બેન્ક દ્વારા મૃતક ખેડૂતોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. ખેડૂતોના બચત ખાતામાં વર્ષ 2010 થી કોઈપણ પ્રકારની લેતીદેતી થઈ હોવાથી 11 જેટલા ગામના ખાતેદારોને રૂપીયા 1 હજારથી લઈને 7 હજાર રૂપીયા સુધી દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કુતિયાણા તાલુકાના મહિયારી ગામે આવેલ દેના બેન્ક દ્વારા 2 હજાર જેટલા ખેડૂતોના બચતખાતામાં રૂપીયા 1 હજારથી લઈ 7 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલ ખેડૂતના ખાતામાં પણ દંડ ફટકારાતા ઘેડ પંથકના ચકચાર પ્રસર્યો છે. અચાનક દંડ ફટકારવાના બનાવની ખેડૂતોને જાણ થતાં ખેડૂતો દ્વારા તપાસ કરાવવામાં આવી હતી જેથી જાણવા મળ્યું હતું કે, દેના બેન્કમાં 2010 થી જે ખેડૂતો બચત ખાતા ધરાવે છે તેઓએ ખાતામાં કોઈ જાતનો વહીવટ કરેલ નથી તેના હિસાબે ઘેડ વિસ્તારના 11 જેટલા ગામના ખાતેદારોના ખાતામાં 1 હજાર થી 7 હજાર રૂપીયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાતની ખેડૂતોને જાણ થતાં પગ નીચે જમીન સરકી ગઈ હતી. ઘેડ પંથકના છત્રાવા, જમરા, ભોગસર, મહિયારી, કડેધી, ફરેર, જુણેજ, અમીપુર, કાંસાબડ, કેવદ્રા, તરખાઈ સહિતના ગામોના ખેડૂતોને દંડ ફટકાર્યો હતો.

બેન્કના કર્મચારી દ્વારા વર્ષ 2010 માં ખેડૂતના ઘરે આવીને ખાતા ખોલ્યા હતા અને માત્ર 100 રૂપીયા ખાતામાં રાખવા જણાવ્યું હતું. ઘેડ પંથકમાં 70 ટકા જેટલા અભણ ખેડૂતો છે જેને બેન્કના વહીવટો વિશે પણ ખબર પડતી નથી જેથી ખેડૂતો પાકવિમા સહિત ઘણી ખરી સરકારી યોજનાના લાભોથી વંચીત રહી જાય છે અને દંડથી ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે. આખા વર્ષમાં ખેડૂતોને એક મોસમ થાય છે ત્યારે આવડો મોટો વગર કારણે દંડ ફટકારાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

મુદ્દે બેન્કના મેનેજર ઉમેશ દિવાકરને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, દંડ થયો તે એમને ખબર નથી. જિલ્લા કલેક્ટરે રીપોર્ટ માંગતા ખબર પડી કે ખેડૂતોના ખાતામાં દંડ લાગી રહ્યો છે. આમ, ખેડૂતોના બચત ખાતામાં દંડ ફટકારાતા ઘણા ખેડૂતોએ દંડની ભરપાઈ કરી દીધી છે તેવું પણ જાણવા મળ્યું હતું. હાલ દેના બેન્ક દ્વારા ખેડૂતોના ખાતામાં કોઈ પ્રકારનો વહીવટ કરતા આવડી મોટી રકમમાં દંડ ફટકાર્યાની ઘટના બહાર આવતાં પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.

સામાજીક નાગરીક દ્વારા કલેક્ટરને જણાવાતા હકીકત બહાર આવી

સામાજીકનાગરીક દ્વારા કલેક્ટરને મુદ્દે લેખીત રજૂઆત કરવામાં આવી હતી. તેથી કલેક્ટર દ્વારા રીપોર્ટ માંગતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. બેન્ક દ્વારા ખેડૂતોને ટ્રાન્ઝેક્શન કરવા માટેની કોઈ જાણકારી આપી હતી તદઉપરાંત ખેડૂતોને જો આર્થિક વ્યવહાર નહીં કરે તો દંડ ભરવો પડશે તેનાથી માહીતગાર પર કરાયા હતા.

કલેક્ટરે રીપોર્ટ માંગતા ખબર પડી કે ખેડૂતોના ખાતામાં દંડ લાગી રહ્યો છે ત્યારે બેન્કે આંકડા આપતા મેનેજર પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે 2000 ખેડૂતોના ખાતામાં દંડ લાગ્યોછે જે પ્રમાણે 2000 ના હિસાબે એક ખેડૂત પાસેથી દંડ વસૂલવામાં આવે તો 2000 ખેડૂત દંડ કરોડો રૂપીયામાં થાય છે. આમ, દેના બેન્કના કરોડોના દંડના આંકડા બહાર આવ્યા હતા. તસ્વીર-નાગેશપરમાર

બેન્ક દ્વારા આંકડો અપાતા મેનેજર પણ ચોંકી ઉઠ્યા

લોકોએ ખાતામાં કોઈ જાતનો વહીવટ કરતા 11 ગામના ખાતેદારોને 1 હજારથી 7 હજાર સુધીનો દંડ ફટકાર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો