હામદપરામાંથી તા.પં. ના સભ્ય સહિત 6 જુગારીઓ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ પોલીસે ~ 28,400 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુન્હો નોંધ્યો

ક્રાઈમ રીપોર્ટર. કુતિયાણા

કુતિયાણાપંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરલી-મટકા અને તિનપત્તીનો જુગાર ચાલી રહ્યો છે પરંતુ પોલીસની સક્રિયતાને કારણે જુગારના પાટલાઓ ધીમેધીમે સંકેલાવા લાગ્યા છે ત્યારે પોલીસે કુતિયાણા નજીક આવેલા હામદપરા ગામે જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પી.એસ.આઈ. રાણા અને એ.એસ.આઈ. કડછા સહિતના પોલીસ સ્ટાફે દરોડો પાડતા તાલુકા પંચાયતના સદસ્ય સહિત 6 જુગારીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણા પાસે આવેલા હામદપરા ગામે વડલાના ઝાડ નીચે તિનપત્તી રોન પોલીસનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણાના પી.એસ.આઈ. આર.બી. રાણા સહિતના સ્ટાફે દરોડો પાડીને જુગાર રમી રહેલા તાલુકા પંચાયતના સદસ્ય રામ હરદાસ બોખીરીયા તેમજ તુલસી રાવજી ગજેરા, કરશન વેજા બોખીરીયા, અરજન ભાયા ઓડેદરા, ભીખુ મંગલજી તન્ના, અરજન નેભા ઓડેદરા સહિત 6 જુગારીઓ રૂા. 28,400 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા અને જુગારીઓ વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો હતો. જુગારમાં તાલુકા પંચાયતના સદસ્ય જુગાર રમતા ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...