તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણા શહેરનાં નાનામોટા રસ્તાઓ પેવરબ્લોકથી મઢાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાશહેરમાં ભૂગર્ભગટર અને પાણી પુરવઠા યોજનાની કામગીરીને લઈને મોટાભાગના રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે રસ્તાઓ બિસ્માર અને ધૂળીયા બની જતા શહેરીજનો ઘણા લાંબા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. અંતે પાલિકા દ્વારા રસ્તાઓના નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરીજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.

કુતિયાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને બિસ્માર બનેલા રસ્તાઓ વિવાદનું કેન્દ્ર બન્યા હતા. સતત ઉડતી ધૂળ અને બિસ્માર રસ્તાથી શહેરીજનો પણ ત્રસ્ત બન્યા હતા. રસ્તાઓના નવિનીકરણ બાબતે પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત કરતા રસ્તાઓના નવિનીકરણ માટેની મંજુરી આપવામાં આવી છે. આજે મામાદેવની જગ્યાથી નવા પોલીસ સ્ટેશન સુધીના રસ્તાને ડામર રોડથી મઢવાનો નિર્ણય કર્યો છે અને જેનું ખાતમુહૂર્ત પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત કસ્ટમચોકથી મામલતદાર કચેરી સુધીનો રસ્તો પણ પેવરબ્લોક થી મઢવામાં આવશે અને આગામી દિવસોમાં શહેરના નાના-મોટા રસ્તાઓનું નવિનીકરણ કરવામાં આવશે અને તે અંગેનું એસ્ટીમેન્ટ પણ તૈયાર થઈ ગયું હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

ખાતમુહૂર્ત

પાલિકા દ્વારા રસ્તાઓના નવિનીકરણનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...