તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Kutiyana
 • કુતિયાણા પંથકમાં મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા પંથકમાં મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાપંથકમાં વર્ષોથી મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસનું વાવેતર કરતા હતા, ત્યારે કપાસના પાકમાં લીલી ઈયળ આવતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જેથી ચાલુ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા હતા અને જિલ્લામાં સોથી વધારે મગફળીનું વાવેતર થયું હતું, પરંતુ મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. હાલ જગતનો તાત કપાસમાં ઈયળ આવતા મગફળીના વાવેતર તરફ વળ્યો તેમ છતાં મગફળીના પાકમાં પણ તેવી પરિસ્થિતીનું નિર્માણ થતાં આભ તૂટી પડ્યાની સર્જાઈ છે.

કુતિયાણા પંથકમાં મોટાભાગના ખેડૂતો વર્ષોથી કપાસનું વાવેતર કરી રહ્યા હતા. પણ છેલ્લા ઘણા વર્ષોથી કપાસના વાવેતરમાં લીલી ઈયળનો ઉપદ્રવ વધવા લાગ્યો હોવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પંથકમાં હામદપરા, હેલાબેલી, ધ્રુવાળા, મહોબતપરા, થેપડા, માંડવા, ચૌટા, ઉજ્જડ થેપડા, ગોકરણ, કડેગી, ફરેર, છત્રાવા, ભોગસર, રેવદ્રા, મોડદર સહિતના અનેક ગામોના ખેડૂતોએ કપાસના વાવેતરને તિલાંજલી આપી મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. વિસ્તારમાં હજારો હેક્ટર મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા થોડા દિવસો દરમિયાન પાકમાં મુંડાનો ઉપદ્રવ વધવા લાગ્યો છે તેથી ખેડૂતોને હજારો હેક્ટર મગફળીના પાકનું નુકસાન વેઠવું પડી રહ્યું છે ત્યારે જગતનો તાત મગફળીના પાક તરફ વળ્યો છે પરંતુ તેમાં પણ કપાસના પાક જેવી સ્થિતીનું નિર્માણ થતાં મુંડાનો ઉપદ્રવ વધવાથી મગફળીના પાકના મુળ કાપી નાંખતા પાક ઉભો સૂકાવા લાગ્યો છે.

જગતાત કપાસમાં ઈયળ આવતા મગફળીના વાવેતર તરફ વળ્યો તેમાં પણ મુંડાનો ઉપદ્રવ વધતાં આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ : કૃષિ વિભાગ સર્વે કરે એવી માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો