તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંડાને કારણે 2600 વીઘામાં મગફળીના પાકને થયું નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાતાલુકામાં વર્ષે મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થયું છે. સારો વરસાદ પણ થયો છે પરંતુ મુંડાની ઈયળને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આથી સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરીને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કુતિયાણા તાલુકાના 45 ગામોના સરપંચોએ કરી છે.

કુતિયાણા તાલુકામાં 2600 વીઘા જમીનમાં રહેલી મગફળીના પાકને મુંડાને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે જેને કારણે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના 45 ગામોના સરપંચોએ આજે તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે ખેડૂતોએ મોંઘાભાવનું બિયારણ અને ખાતર ખરીદ્યું હતું. વરસાદ થતાં મગફળીનો પાક પણ સારો થશે તેવી ખેડૂતોને ધારણા હતા. પરંતુ મુંડા નામની ઈયળને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે. જો કે તાલુકા વિકાસ અધિકારીએ એવું જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આવેદનપત્રના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય ભીમાભાઈ સીદીભાઈ મોઢા સહિતના આગેવાનો જોડાયા હતા.

નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી. તસ્વીર- નાગેશ પરમાર

તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત

કુતિયાણાના 45 ગામોના સરપંચો દ્વારા આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો