• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • કર્મયોગ સ્કુલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી, છાત્રોએ કબડ્ડી, કુસ્તી સહિતની રમતો રમી

કર્મયોગ સ્કુલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી, છાત્રોએ કબડ્ડી, કુસ્તી સહિતની રમતો રમી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનીકર્મયોગ સ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ડે અંતર્ગત રમતગમત ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ રમતો રમી હતી.

રાજ્ય સરકાર દ્વારા બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, તો વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓ રમતગમતમાં મેડલો જીતી રહ્યા છે તો ખાનગી સ્કૂલોમાં પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. જેમાં કુતિયાણા શહેરની ખાનગી કર્મયોગ સ્કૂલની વાત કરીએ તો સ્કૂલ ખાતે સ્પોર્ટસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે.

8 દિવસ સુધી વિદ્યાર્થીઓ ખોખો, કબડ્ડી, લીંબુ-ચમચી, રસ્સાખેંચ, કુસ્તી સહિત રમતગમતમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવશે. જેમાં કે.જી. થી લઈને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે તો રમતગમતમાં શનિવારે ફાઈનલ તરીકે વિજેતા બનશે.

વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય ઝળકાવ્યું હતું. તસ્વીર: નાગેશ પરમાર

રમતગમત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રસ્સાખેંચ ભારે રોમાંચક બની

અન્ય સમાચારો પણ છે...