કુતિયાણામાં રસ્તાનાં નવિનીકરણ માટે આડેધડ ખોદકામ, લોકો હેરાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાશહેરમાં રસ્તાનું નવિનીકરણની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરીમાં તંત્ર દ્વારા રસ્તાનું આડેધડ ખોદકામ કર્યું છે કામને લઈને વેપારીઓમાં રોષ જોવા મળે છે અને પોતાના રોજગાર-ધંધા બંધ રાખવા પડે છે. શહેરમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તો તંત્ર દ્વારા રસ્તાના નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મામાદેવ મંદિરથી નવા પોલીસ સ્ટેશન રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ રસ્તો આડેધડ ખોદકામ કરી નાખતા વેપારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો રસ્તાને લઈને વેપારીઓને પોતાના કામ-ધંધા બંધ રાખવા પડે છે, જેને લઈને લોકોને નુકસાની ભોગવવી પડે છે તો કામ ગોકળગાયની ગતિએ ચાલી રહેલા કામને લઈને વેપારીઓમાં રોષ જોવા મળે છે.

વેપારીઓને પોતાના રોજગાર-ધંધા બંધ રાખવા પડે તેવી સ્થિતી સર્જાઇ

ખોદકામને કારણે વેપારીઓએ ધંધા બંધ રાખવા પડે છે. તસ્વીર: નાગેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...