તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદર ,મેંદરડા, વંથલીનાં 19 રોડ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાનાંમાણાવદર પંથકનાં ધારાસભ્યએ 1162 લાખનાં ખર્ચે રોડનાં કામોને મંજુર કરાવ્યા હતા. જેમાં મેેંદરડા, વંથલી, માણાવદર તાલુકાના 19 જેટલા રસ્તા નવા બનશે તેમજ પહોળા કે રીસર્ફસીંગ થશે. જિલ્લાનાં માણાવદર પંથકના જવાહર ચાવડાએ જણાવ્યુ હતું કે, 1162 લાખના ખર્ચે મેંદરડા, વંથલી, માણાવદર તાલુકાના 19 જેટલા રોડ-રસ્તા બનશે. તેમજ પહોળા કરી રીસર્ફસીંગ થશે. જેમાં ગાદોઇ, ટીમનસ, આખા રોડ તથા બાટવા, એકલેરા, કોડવાવ અને સમેગાનો મુખ્ય માર્ગ 15 કિમી પહોળા અને નવા કામો કરાશે. ઉપરાંત જુના પ્લાન રસ્તાનું મજબુતીકરણ અને રીપેરીંગ કરવા માટે 38 કિમીના રોડ, માણાવદર તાલુકાના જાંબુડા-રોણકી રોડ, વડાળા-આંબલીયા રોડ, ભલગામ એપ્રોચ રોડ, વેકરી રોડ, ઉંટરીનો પ્રવેશ માર્ગ, મેંદરડા તાલુકાના ઝીંઝુડા રોડ, બરવાળા-સીમાસી રોડ, નાની ખોડીયાર-નતાળીયા રોડ અને કરશન ગઢ એપ્રોચ રોડનું નવુ કામ થશે.રસ્તા સુધરાઇના કામ માટે ગાદોઇ એપ્રોચ, વસપડા એપ્રોચ, શેરડી, ઇન્દ્રા એપ્રોચ તથા માણાવદરના કુતિયાણા 16 કિમીના માર્ગનું નવીનીકરણ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો