• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • રાણાકંડોરણા ગામની ગૌશાળામાં 500 થી વધારે ગાયોની થઈ રહી છે અનોખી રીતે સેવા

રાણાકંડોરણા ગામની ગૌશાળામાં 500 થી વધારે ગાયોની થઈ રહી છે અનોખી રીતે સેવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકોમાં અનેક ગૌશાળાઓ કાર્યરત છે ત્યારે તમામ ગૌશાળાઓ માટે રાણાકંડોરણા ગામની ગૌશાળા પ્રેરણારૂપ બની રહી છે. રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામની ગૌશાળા પાસે 150 વીઘા જેટલી જમીન છે. છેલ્લા 10 વર્ષથી ગૌશાળા દ્વારા આ જમીનમાં વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને 1 વર્ષ દરમિયાન 2 વખત જુવારનું જ વાવેતર કરવામાં આવે છે અને જુવારના વાવેતરથી ગૌશાળાને બેવડો ફાયદો થઈ રહ્યો છે. જુવારના પાક દરમિયાન જુવાર તથા ઘાસચારો બન્નેનું ઉત્પાદન થઈ રહ્યું છે. એક જુવારની મૌસમમાંથી 1 લાખ મણથી પણ વધુ ઘાસચારાનું ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે. તેમજ મકાઈનું વાવેતર પણ થોડા અંશે જમીનમાં કરવામાં આવી રહ્યું છે. મકાઈનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થતું હોવાથી ગૌશાળામાં રાખવામાં આવતી ગાયો માટે કોઈપણ જાતના ઘાસચારો બહારથી લેવાની ફરજ નથી પડતી અને ગૌશાળાની જમીનમાં ઉત્પાદન કરાયેલ ઘાસચારો આખા વર્ષ દરમિયાન ગાયોને ઉપયોગી બની રહ્યો છે. તસ્વીર - નાગેશ પરમાર

ગૌશાળાની જમીનને સરકારી યોજનાનો લાભ લઈ બનાવાઈ ફળદ્રુપ
ગૌશાળાના ટ્રસ્ટીઓને ગાયોના લાભાર્થે ક્યારેય પણ ફાળો કરવાની ફરજ પડતી નથી. કારણ કે ગૌશાળાની જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં ઘાસચારાનું ઉત્પાદન થતું હોવાથી સરળતાથી ગાયોની માવજત કરવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યસરકારની યોજનાનો લાભ લઈ ગૌશાળાની જમીનની મરામત કરાવી, ગૌશાળાની જમીનને ફળદ્રુપ બનાવી અહીં વાવેતર કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...