તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબનાં વાંકે પશુ હોસ્પિટલને લાગ્યા તાળાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા શહેરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી પશુ હોસ્પિટલ ખાતે અલીગઢી તાળા લાગી ગયા હોવાને કારણે ખેડૂતો તથા પશુપાલકોને પોતાના અમુલ્ય પશુઓની સારવાર માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ખાનગી પશુ તબીબને તગડી ફી ચૂકવીને પશુની સારવાર કરાવવાની ફરજ પડી રહી છે.

કુતિયાણા શહેરમાં આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત જિલ્લા કોંગ્રેસ સમિતિએ લીધી હતી. શહેર નજીક આવેલ બહારપુરામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબોની સાથે બેઠક યોજી હતી અને તબીબો જોડે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછતને કારણે દર્દીઓને વેઠવી પડતી હાલાકી અંગે પણ માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જિલ્લા આરોગ્ય કેન્દ્રને રજૂઆત કરી ઘટતી દવાઓ અને તબીબી સ્ટાફ ની નિમણુંક કરવા પણ માંગ કરી હતી. કુતિયાણા તાલુકામાં વધુમાં વધુ લોકો પશુપાલન તથા ખેતીના વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પશુપાલકો વસવાટ કરી રહ્યા છે. શહેરની સાંઢીયાશેરી વિસ્તારમાં પશુ દવાખાનું આવેલું છે પરંતુ પશુ દવાખાનું શોભાના ગાંઠીયા સમાન છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે પશુદવાખાનાની મુલાકાત લીધી ત્યારે દવાખાનામાં અલીગઢી તાળા નજરે પડ્યા હતા. આ અંગે પણ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ પશુ દવાખાનું છેલ્લા કેટલાક સમયથી બંધ છે તે અંગે પણ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. આમ, કુતિયાણા પંથકમાં વધુ પ્રમાણમાં પશુપાલકો વસવાટ કરી રહ્યા હોય ત્યારે શહેરમાં આવેલ પશુ હોસ્પિટલ બંધ હોવાથી પશુપાલકોને પોતાના પશુઓની સારવાર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલીક ધોરણે પશુ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે અને અહીં ઘટતી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી હતી.

પશુની સારવાર માટે મસમોટી ફી ચૂકવવી પડે
અન્ય સમાચારો પણ છે...