તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણામાં સિંધીસમાજ દ્વારા બાલકરામ મંદિરે મેળો યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાશહેરમાં ટાવરચોક ખાતે બાબા બાલકરામ મંદિરે સિંધીસમાજ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, માતાજીની વેશભૂષા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

કુતિયાણા શહેરમાં સિંધીસમાજ દ્વારા વર્ષોથી બાબા બાલકરામ મંદિરે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને મેળાનું સિંધીસમાજના લોકોમાં અનેરૂં મહત્વ રહેલું છે ત્યારે વર્ષે પણ બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધીસમાજ દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરમાં તમામ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને માતાજીની વેશભૂષા પણ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપરાંત બેટી બચાવો, વ્યસનમુક્તિ અને શિક્ષણ વિશે પણ સમાજના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે દિવસ સુધી અવિરત રીતે મહાપ્રસાદી અને રહેવા-જમવાની સુવિધાનો લાભ અનેક લોકોએ લીધો હતો. સિંધીસમાજના યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ ચા-પાણી સહિતના સ્ટોલ વિનામૂલ્યે રાખવામાં આવ્યા હતા. સિંધીસમાજના વેપારીઓ સહિતના લોકોએ બે દિવસ સુધી પોતપોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તકે મેળાનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

માતાજીની વેશભૂષા, શોભાયાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો