સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં કૌભાંડ આચર્યું, આક્ષેપ

કુતિયાણામાં કોંગ્રેસ સમિતી દ્વારા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં કૌભાંડ આચર્યું, આક્ષેપ
કુતિયાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતમાં મગફળી કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે કુતિયાણા તાલુકાની કોટડા સેવા સહકારી મંડળી તથા રોઘડા સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા અને આ ખરીદી દરમિયાન 20 મણ મગફળીએ ખેડૂતો પાસેથી એક-એક હજાર રૂપીયાના ઉઘરાણા કરવામાં આવ્યા હતા. આ બાબતે અનેક ખેડૂતો સોગંદનામા કરવા પણ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. મગફળીની ખરીદી કરનાર આ સંસ્થાઓ જૂનાગઢથી નબળી મગફળી 7,000 ના ભાવે ખરીદી તેમાં માટીની મિલાવટ કરી સરકારને 18,000 રૂપીયામાં વેચી રહી હતી. કુતિયાણામાં 3 સેન્ટરોની ખરીદી મંજુર થયેલ હોય અને 2 મંડળીઓએ કોઈ આર્થિક ક્ષમતા ન હોવા છતાં કરોડો રૂપીયાની મગફળીની ખરીદી કરી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મંડળીના પ્રમુખો ભાજપના હોદ્દેદારો હોય તથા એ.પી.એમ.સી. ના પ્રમુખ સાથે સાંઠગાંઠ કરી કૌભાંડ આચર્યું હતું. મગફળી કૌભાંડના ઓડીયો તથા વિડીયો વાયરલ થયા હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ખરીદી કરાયેલ મગફળીનો તોલ કરાયા બાદ ટ્રાન્સપોર્ટથી સરકારી ગોડાઉનમાં કે અન્ય સ્થળે મગફળીના સંગ્રહ માટે અન્ય સ્થળે સ્થળાંતર કરાયું હતું. તેમાં પણ મંડળીઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. સરકારે પ્રતિ બોરી 45 રૂપીયા નક્કી કર્યા હતા તેની સામે 65 રૂપીયાનું ચૂકવણું થયું હતું. જેના રૂપીયા 40 લાખ ટ્રાન્સપોર્ટીંગનું પેમેન્ટ થયું હતું. આમ મગફળીના પરિવહન માટે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ અંગેની તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ હતી.

X
સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં કૌભાંડ આચર્યું, આક્ષેપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App