તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મોકરીયા સામે ફરીયાદ નોંધવા મહેરસમાજની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂતીકુરીયરના એમ.ડી. રામ મોકરીયાએ મહેરસમાજ વિરૂદ્ધ કરેલી અભદ્ર ભાષાના ઉપયોગની ઓડીયો ક્લીપ સોશ્યલ મીડીયા ઉપર ફરતી થતા મહેરસમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુદ્દે આજે કુતિયાણા મહેરસુપ્રિમ કાઉન્સીલે પોલીસને લેખિતમાં ફરીયાદ આપી છે અને રામ મોકરીયા સામે ગુન્હો નોંધવાની માંગ કરી છે. ઉપરાંત રામ મોકરીયા મહેરસમાજની માફી માંગે તેવી માંગણી પણ કરી છે.

મારૂતી કુરીયરના ચેરમેન રામ મોકરીયાની એક ઓડીયો ક્લીપ સોશ્યલ મીડીયા ઉપર ફરતી થઈ હતી, જેમાં તેણે મહેરસમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને કારણે મહેરસમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે કુતિયાણા મહેરસુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોલીસ અધિકારીને એક લેખિત ફરીયાદ આપવામાં આવી છે અને અભદ્ર ભાષાની સીડી પણ આપી છે જેના આધારે રામ મોકરીયા સામે ફરીયાદ નોંધવાની માંગ કરી છે. મહેરસમાજના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, રામ મોકરીયાએ જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેના કારણે સમગ્ર મહેરસમાજની લાગણી દુભાઈ છે. આથી રામ મોકરીયા જાહેરમાં મહેરસમાજની માફી માંગે તેવી પણ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડીયામાં પણ રામ મોકરીયાની અભદ્ર ટીપ્પણીની ઓડીયો ક્લીપ વાયરલ થયા બાદ તેના વિરૂદ્ધ અનેક કોમેન્ટ પણ થઈ રહી છે અને રામ મોકરીયા સામે મહેરસમાજનો રોષ વધતો જાય છે.

મહેર સુપ્રિમ કાઉન્સીલે અભદ્ર ભાષાનો ઉપયોગ થયાની સીડી આપી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો